News Details

 
 
NEWS DETAILS

UNIVERSITY RANKER -BCA 6    (21-5-2019)

સરદાર પટેલ કોલેજ ઓફ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ (સ્પેક-૨) માં

(બીસીએ.-૬ સેમ.) નું ઝળહળતું ૧૦૦ ટકા પરિણામ

તરુણ ઉન્ધાડ

કોલેજ પ્રથમ

૮.૪૨

કરન કાકડિયા

કોલેજ પ્રથમ

૮.૪૨

સત્યપ્રકાશ નિશાત

કોલેજ દ્વિતીય

૮.૩૩

અસરા વ્હોરા

કોલેજ તૃતીય

૮.૦૮

 

 

શિક્ષણ વિભાગ સાથે જોડાયેલી એવી ઘણી બધી બાબતો એવી હોય છે કે જેમાં માત્ર વિદ્યાર્થી જ નહી પરંતુ જે તે સંસ્થા, માતા –પિતા અને સમાજને પણ ગૌરવ અનુભવવાની એક તક મળે છે અને એમાય વિદ્યાર્થીઓને ઘડતર પૂરું પાડવામાં આવે તો વિદ્યાર્થીઓનું આત્મબળ પણ મજબુત બને છે તેમ ચેરમેન શ્રી ગીરીશભાઈ પટેલ સાહેબ અને સેક્રેટરીશ્રી શીતલભાઈ પટેલ સાહેબે  સરદાર પટેલ કોલેજ ઓફ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ (બીસીએ) ના છટ્ઠા સેમેસ્ટર ના વિદ્યાર્થીઓને અભિનંદનની લાગણી વ્યક્ત કરી જણાવ્યું હતું. તાજેતરમાં સરદાર પટેલ યુનિવર્સીટી દ્વારા લેવાયેલ બીસીએ -૬ સેમ ની પરીક્ષામાં વિદ્યાર્થી તરુણ ઉન્ધાડ એ ૮.૪૨ જીપીએ સાથે કોલેજ પ્રથમ, કરન કાકડિયા એ ૮.૪૨ જીપીએ સાથે કોલેજ પ્રથમ, સત્યપ્રકાશ નિશાત ૮.૩૩ જીપીએ સાથે કોલેજ દ્વિતીય અને અસરા વ્હોરા એ ૮.૦૮ જીપીએ સાથે કોલેજ તૃતીય સ્થાન મેળવી ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી સંસ્થાનું નામ રોશન કરેલ છે. આ સાથે સાથે જયારે યુનિવર્સીટી નું બીસીએ- ૬ સેમનું પરિણામ ૮૩% છે ત્યારે કોલેજનું પરિણામ ૧૦૦% લાવી કોલેજનું ગૌરવ વધાર્યું છે.આ જ્વલંત સફળતા પ્રાપ્ત કરવા બદલસંસ્થાના ચેરમેન શ્રી ગીરીશ પટેલ , સેક્રેટરી શ્રી શીતલ પટેલ, ડાયરેક્ટર શ્રી ડો. નિરવ ત્રિવેદી સાહેબે, સંસ્થાના તમામ એચઓડી તેમજ સ્ટાફમિત્રો દ્વારા વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ ખુબ ખુબ અભિનંદન  પાઠવ્યા હતા