News Details

 
 
NEWS DETAILS

UNIVERSITY RANKER -AARTI BAROT    (14-5-2019)

તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ(સ્પેક-૨) વિદ્યાનગર ખાતે આવેલ સરદાર પટેલ કોલેજ ઓફ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ માં અભ્યાસ કરતી આરતી બારોટેસરદાર પટેલ યુનિવર્સીટી દ્વારા લેવાયેલ તાજેતરની બીસીએ -૪ સેમ ની પરીક્ષામાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી સંસ્થાનું નામ રોશન કરેલ છે.આરતી બારોટે ૧0 માંથી ૯.૭૫ ગ્રેડ મેળવી તમામ બીસીએ-૪ સેમની કોલેજોમા યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવેલ છે. આ ઉપરાંત બીસીએ- ૪ સેમનુંકોલેજનું પરિણામ પણ ૮૯%આવેલ છે. આ જ્વલંત સફળતા પ્રાપ્ત કરવા બદલસંસ્થાના ચેરમેન શ્રી ગીરીશ પટેલ , સેક્રેટરી શ્રી શીતલ પટેલ,ડાયરેક્ટર શ્રી ડો. નિરવ ત્રિવેદી સાહેબે, સંસ્થાના તમામ એચઓડી તેમજ સ્ટાફમિત્રો દ્વારા વિદ્યાર્થીનીને  આ સિદ્ધિ બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.